lilo maro manDwo - Lokgeeto | RekhtaGujarati

લીલો મારો માંડવો.

lilo maro manDwo

લીલો મારો માંડવો.

લીલા સરોવર લીલો માંડવો.

લીલી છે કંઈ તારા જગની વાડી.

એનો છાંયો ને લીલો મારો માંડવો.

માંડવડે રે કંઈ ચાર મોટેરા તેડાવો.

માંડવ દીસે રે રળિયામણો.

મોટેરા મારે જીતુભાઈ આવંતા

વદનસિંહભાઈ આવે મારે માંડવે

માંડવડે ચાર અત્તરિયા તેડાવો.

માંડવ દીસે છે રળિયામણો.

અત્તરિયા મારે રાજુભાઈના કાકા

કાળુસિંહભાઈ આવે મારે માંડવે.

લીલા સરોવર લીલો માંડવો

લીલી છે કંઈ તારા જગની વાડી

એનો છાંયો ને લીલો મારો માંડવો.

માંડવડે ચાર ગલાલિયા તેડાવો.

માંડવ દીસે રે રળિયામણો.

ગલાલિયા મારે ગજુભાઈના મામા

ભિખુસિંહભાઈ આવે મારે માંડવે.

લીલા સરોવર લીલો માંડવો.

લીલી છે કંઈ તારા જગની વાડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964