jhamrakh manDap rachawiyo - Lokgeeto | RekhtaGujarati

ઝમરખ મંડપ રચાવિયો

jhamrakh manDap rachawiyo

ઝમરખ મંડપ રચાવિયો

ઝમરખ મંડપ રચાવિયો, મળિયા ભૂપતિ ભારે રે!

સીતાએ છાયા મોરિયા, ચુંદડી ઓઢી છે બહુ સારી રે!

કેશભરી કંકાવટી, ચોખલા ચોડ્યા લલાટ!

રૂપ દેખી રાવણ બોલિયો, બળવા જુજ અમારા!

કર રે જોડી સીતા કરગરે લજ્જા રાખો અમારી!

ધનુષ્ય મૂક્યું જનકે ચોકમાં, કોઈ જોદ્ધો બળવાન!

રૂપ દેખી રાવણ ઊઠ્યો, બળવા જૂજ અમારા!

રાવણથી ધનુષ્ય નો ફર્યું, દશરથનો દીકરો રામચંદ્ર!

ટચલી આંગળીએ ધનુષ્ય ઉડાડિયા, ધનુષ્ય ઊડ્યું છે અકાશ!

પાતાળે ખડછંદા પહોંચ્યા, નવકુળ નવસો નાગનીઓ જાગી!

ઊઠોને નાગ ઉતાવળા ધરતી ધ્રુજવાને લાગી!

કોઈ કહે લંકાગઢ ઉમટ્યું, કોઈ કહે ઉમટ્યું હાલાર!

નથી લંકાગઢ ઉમટ્યું નથી ઉમટ્યું હાલાર!

દશરથના દીકરા રામચંદ્ર પરણ્યા જનકકુવરી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964