drakshno chhayo wirno manDwo - Lokgeeto | RekhtaGujarati

દ્રાક્ષનો છાયો વીરનો માંડવો.

drakshno chhayo wirno manDwo

દ્રાક્ષનો છાયો વીરનો માંડવો.

લીલવા દ્રાક્ષનો છાયો વીરનો માંડવો!

બાબુભાઈ દાદાને પૂછે:

આપણે આંગણિયે આનંદ શાનો?

દીકરા તુજને પરણાવું, જાડી જાન જોડાવું

દીકરા આપણે આંગણિયે આનંદ એનો?

લીલવા દ્રાક્ષનો છાયો વીરનો માંડવો!

કાકા આપણે આંગણિયે આનંદ શાનો?

દીકરા તુજને પરણાવું, કળસી કુટુંબ તેડાવું,

દીકરા આપણે આંગણિયે આનંદ એનો?

લીલવા દ્રાક્ષનો છાયો વીરનો માંડવો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964