મંડપ ઉપર આરસી
manDap upar aarsi
મંડપ ઉપર આરસી
manDap upar aarsi
મંડપ ઉપર આરસી, ભરૂચ ગામના પારસી;
મારી બેનો ભરૂચ લીલું લહેર છે. (2)
મંડપ ઉપર રીંગણાં, નાદોદ ગામના ઢીંગણાં;
મારી બેનો ભરૂચ લીલું લહેર છે.
મંડપ ઉપર સોપારી, ભરૂચ ગામના વેપારી;
મારી બેનો ભરૂચ લીલું લહેર છે.
manDap upar aarsi, bharuch gamna parsi;
mari beno bharuch lilun laher chhe (2)
manDap upar ringnan, nadod gamna Dhingnan;
mari beno bharuch lilun laher chhe
manDap upar sopari, bharuch gamna wepari;
mari beno bharuch lilun laher chhe
manDap upar aarsi, bharuch gamna parsi;
mari beno bharuch lilun laher chhe (2)
manDap upar ringnan, nadod gamna Dhingnan;
mari beno bharuch lilun laher chhe
manDap upar sopari, bharuch gamna wepari;
mari beno bharuch lilun laher chhe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963