man sarikho manDwo - Lokgeeto | RekhtaGujarati

માન સરીખો માંડવો.

man sarikho manDwo

માન સરીખો માંડવો.

માન સરીખો માંડવો રે!

જોયા સરીખી છે જાન!

વેવાયો મન દેજો રે.

કડુ લાવ્યા ને લોકીટ લાવશું રે!

પટ્ટો ઘડાવે વહુના બાપ!

વેવાયો મન દેજો રે.

માન સરીખો માંડવો રે!

જોયા સરીખી છે જાન!

વેવાયો મન દેજો રે.

હાર લાવ્યાને બંગડી લાવશું રે!

બેસલેટ ઘડાવે વહુના વીર!

વેવાયો મન દેજો રે.

માન સરીખો છે માંડવો રે!

જોયા સરીખી છે જાન!

વેવાયો મન દેજો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964