malmannan marian - Lokgeeto | RekhtaGujarati

માળમાંનાં મરીઆં

malmannan marian

માળમાંનાં મરીઆં

માળમાંનાં મરીઆં મને વેણાય નઈ રે વેણાય નઈ

જાતીરું જાતીરું મને જવાઈ નઈ રે જવાઈ નઈ માળ.

રંગલો વાટડી જુએ મને જવાય નઈ રે જવાય નઈ માળ.

બાપાને ઘેરને ધંધો મને અળગેને રે અળગેને માળ.

માંડી કેરાં મીણાં મને હંબળાય નઇ રે હંબળાય નઈ માળ.

બાપાને ઘેરનાં દેયણાં મને દળાય નઈ રે દળાય નઈ માળ.

ભાભી કેરા તાના મને હંબળાય નઈ લે હંબળાય નઈ માળ.

રંગલો હે શોબીતો મને જવાય નઈ રે જવાય નઈ - માળ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959