makki mata ghani nipji re - Lokgeeto | RekhtaGujarati

મક્કી માતા ઘણી નિપજી રે

makki mata ghani nipji re

મક્કી માતા ઘણી નિપજી રે

મક્કી માતા ઘણી નિપજી રે, ઘંટી ઘમોડા ખાય,

પીસવા વાળી પાત ળી રે, વતકા હોટા ખાય

કુંડામે પડી ભમર કડી, ઘેવલો ઢીલો મેલ,

કુંકર મેલું રે, મ્હારા બાવજી, દેખે મ્હારો જેઠ

હેલાઉં હેલો, હેલાઉ હેલો, ટાંગા વચ્ચે ગેલો,

એક હાથ ઉં મેલો રે, ઔર એક હાથ ઉં મેલો.

ધોળી મક્કી કો પસણો રે, છોર્યાં વેગી ઊઠો રે,

થારો કાકોજી હેલા પાડે રે, છોર્યાં વેગી ઊઠો રે.

રસપ્રદ તથ્યો

જૂન વાડજના લુહારિયા બેનો પાસેથી સાંભળેલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966