ફૂલ લઈને રમવા જ્યાં તાં
phool laine ramwa jyan tan
ફૂલ લઈને રમવા જ્યાં તાં, રમતાં રમતાં રાત પડી;
ચાલો સૈયર ઘેર જઈએ, ઘેર જઈને દીવા કરીએ;
દીવા કરીને ગાયો દોઈએ, ગાયો દોઈને ખીર રાંધીએ;
ખીર રાંધીને વીરને જમાડીએ, વીરાએ તો ચુંદડી લીધી.
ચુંદડી પેરી પાણી જ્યાં’તાં, પાણી જ્યાં ને પાલવ પલળ્યો;
લાવી મેં તો નેવાણિયે સૂકવી, નેવાણિયેથી કાગ લઈ જ્યા;
તેની મેં તો કોથળી બનાવી, કોથળીમાં તો બઈજીને પૂર્યાં;
કાંકણ પે’રી ઘંટીએ બેઠાં, કાંકણ ખખડ્યાં ને ડોહો ભડચ્યા.
phool laine ramwa jyan tan, ramtan ramtan raat paDi;
chalo saiyar gher jaiye, gher jaine diwa kariye;
diwa karine gayo doie, gayo doine kheer randhiye;
kheer randhine wirne jamaDiye, wiraye to chundDi lidhi
chundDi peri pani jyan’tan, pani jyan ne palaw palalyo;
lawi mein to newaniye sukwi, newaniyethi kag lai jya;
teni mein to kothli banawi, kothliman to baijine puryan;
kankan pe’ri ghantiye bethan, kankan khakhaDyan ne Doho bhaDachya

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966