marun sonanun chhe beDun re - Lokgeeto | RekhtaGujarati

મારું સોનાનું છે બેડું રે

marun sonanun chhe beDun re

મારું સોનાનું છે બેડું રે

મારું સોનાનું છે બેડું રે સુંદર શામળિયા!

મારી હીરેલા ઊંઢાણી રે સુંદર શામળિયા!

મહી માતા ચાલ્યાં પાણી રે સુંદર શામળિયા!

દરિયેજીએ પાલવ ઝાલ્યો રે સુંદર શામળિયા!

પાલવ ઝાલ્યો તો પાર ઉતારો રે સુંદર શામળિયા!

તને કાળીને નૈ પૈણું રે સુંદર શામળિયા!

તું તો કાણી કામણગારી રે સુંદર શામળિયા!

માડીને ચટકે ચડિયલ રીસ રે સુંદર શામળિયા!

ચુંદડીના વાળ્યા ખોળા રે સુંદર શામળિયા!

બધી પ્રથમીના પથ્થર વેણ્યા રે સુંદર શામળિયા!

દરિયાજીને પૂરવા વેણ્યા રે સુંદર શામળિયા!

દરિયાજી સાત ગઉ સામા આયા રે સુંદર શામળિયા!

તું તો કાળી સોનાની વાળી રે સુંદર શામળિયા!

તને કાળીને હું પૈણું રે સુંદર શામળિયા!

દરિયેજી નાળિયેર નાખ્યાં રે સુંદર શામળિયા!

મહી માતાએ નાળિયેર ઝીલ્યાં રે સુંદર શામળિયા!

આલા લીલા વાંસ વઢાનો રે સુંદર શામળિયા!

તેના માંડવડા બંધાવો રે સુંદર શામળિયો !

ગંગા કેરી ગોરમટી મંગાવો રે સુંદર શામળિયા!

તેની તે ચોરીઓ બંધાવો રે સુંદર શામળિયા!

લીલા પીળા ચોખા પીલાવો રે સુંદર શામળિયા!

તેના તે સાથીઆ પૂરાનો રે સુંદર શામળિયા!

તેને ફરતા ગુજર મેલાવો રે સુંદર શામળિયા!

નડિયાદથી નાડાં મંગાવો રે સુંદર શામળિયા!

એની ચોરીઓ બંધાવો રે સુંદર શામળિયા!

દશે કેરી વરમાળ નાખો રે સુંદર શામળિયા!

મહી માતાને દરિયોજી પૈણે રે સુંદર શામળિયા!

પઈણા પઈણા રે મઈસાને આરે રે સુંદર શામળિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966