mahinan lagn - Lokgeeto | RekhtaGujarati

મહીનાં લગ્ન

mahinan lagn

મહીનાં લગ્ન

માતા! દરિયો તે શું સગો લાગે રે, સુંદર શામળિયા.

બેટા! વેવાઈવટો લાગે રે, સુંદર શામળિયા.

મહીમાતાના વેવલા જોડાયા રે, સુંદર શામળિયા.

મહીમાતાના ઘાંણ ઘલાયા રે, સુંદર શામળિયા.

સાગ થાંભલીઓ વઢાવો રે, સુંદર શામળિયા.

તેના માંડવડા બંધાવો રે, સુંદર શામળિયા.

આંબા પાનડિયાં મંગાવો રે, સુંદર શામળિયા.

તેનાં તોરણિયાં બંધાવો રે, સુંદર શામળિયા.

ગંગા ગોરમટી મંગાવો રે, સુંદર શામળિયા.

તેની ચોરીઓ થપાવો રે, સુંદર શામળિયા.

બોડું બામણિયું બોલાવો રે, સુંદર શામળિયા.

મહીમાતાનાં લગન લેવડાવો રે, સુંદર શામળિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957