parnawi pardesh jo - Lokgeeto | RekhtaGujarati

પરણાવી પરદેશ જો

parnawi pardesh jo

પરણાવી પરદેશ જો

બાપે વાવ્યો એરંડો, ને મને પરણાવી પરદેશ જો;

બાપ કે’ મારૂં બાળુડું, ને મા કે’ મારૂં પેટ જો. બાપે વાવ્યો.

વીરો કે’ મારી વીજળી બેની, જઈ પડી પરદેશ જો;

ભોજાઈ કે એને ભલે વળાવી, ટાઢાં થિયાં પેટ જો. બાપે વાવ્યો.

વીરો કે’ હું જોવા જાઉં, ભાભી કે શું કરવા જો?

ચાડીની કરનારી નણદી, ભલે વસી પરદેશ જો. બાપે વાવ્યો.

બાપે વાવ્યો એરંડો, ને મને પરણાવી પરદેશ જો;

બાપ કે’ મારૂં બાળુડું, ને મા કે’ મારૂં પેટ જો. બાપે વાવ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જેઠાલાલ ત્રિવેદી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966