lawangi bajathiyo suthare ghaDiyo - Lokgeeto | RekhtaGujarati

લવંગી બાજઠિયો સુથારે ઘડિયો

lawangi bajathiyo suthare ghaDiyo

લવંગી બાજઠિયો સુથારે ઘડિયો

લવંગી બાજઠિયો સુથારે ઘડિયો,

સુથારે ઘડિયો સોનીડે રે મઢિયો.

કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલિયો,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો માફા,

માફે બેસી આવે જીયાવરના બાપા,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો ગાડી,

ગાડીએ બેસી આવે જીયાવરની માડી,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો વેલો,

વેલે બેસી આવે જીયાવરની બેનો,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો હવાઈ,

હવાઈએ બેસી આવે જીયાવરના ભાઈ,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો હાથી,

હાથી પર બેસી આવે જીયાવરના સાથી,

તો જાન આવે ભલી શોભતી રે.

દરિયા વચ્ચે દાદા મોકલાવો ઘોડા,

ઘોડે બેસી આવે જીયાવરના ગોરા,

તો જાન આવે ભલી શોભતી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 298)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957