hathman nariyel re - Lokgeeto | RekhtaGujarati

હાથમાં નારિયેળ રે

hathman nariyel re

હાથમાં નારિયેળ રે

હાથમાં નારિયેળ રે રાયવર મોતીની માળા,

રે માળા રે રાયવર કોણ લઈ આવ્યા?

મુંબઈ નગરીમાં એમના મોટા ભાઈ સરદાર,

તે રે માળા રે રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર સોનાનું ઘડિયાળ,

રે ઘડિયાળ તે રાયવર કોણ લઈ આવ્યા?

હાંસોટ નગરીમાં એમના મામા રે સરદાર,

તે રે ઘડિયાળ રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર હીરાની વીંટી,

રે વીંટી તે રાયવર કોણ લઈ આવ્યા?

મુંબઈમાં એમના બાપા છે સરદાર,

તે રે વીંટી તો રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર જરીનો સાંફો,

રે સાફો તે રાયવર કોણ લઈ આવ્યા?

અંકલેશ્વર નગરીમાં એમના કાકા છે સરદાર,

તે રે સાફો તે રાયવર તેઓ લઈ આવ્યા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 299)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957