ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો
bhayagshali brahman jaan lawyo
ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો,
જાન લાવ્યો ને માન ખોયાં.
કંસાર તે ભરડી ભરડી ઢગ વાળ્યા,
જાનૈયા વતીના વાંદરા લાવ્યો.
કંસાર તો કોને ખવડાવું?
ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો.
ચણા તો ભરડી ભરડી ઢગ વાળ્યા,
ઘોડાના વતીના ગધેડા લાવ્યો.
ચણા તો કોને ખવડાવું?
ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો.
bhayagshali brahman jaan lawyo,
jaan lawyo ne man khoyan
kansar te bharDi bharDi Dhag walya,
janaiya watina wandra lawyo
kansar to kone khawDawun?
bhayagshali brahman jaan lawyo
chana to bharDi bharDi Dhag walya,
ghoDana watina gadheDa lawyo
chana to kone khawDawun?
bhayagshali brahman jaan lawyo
bhayagshali brahman jaan lawyo,
jaan lawyo ne man khoyan
kansar te bharDi bharDi Dhag walya,
janaiya watina wandra lawyo
kansar to kone khawDawun?
bhayagshali brahman jaan lawyo
chana to bharDi bharDi Dhag walya,
ghoDana watina gadheDa lawyo
chana to kone khawDawun?
bhayagshali brahman jaan lawyo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 297)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957