shri ram ram re - Lokgeeto | RekhtaGujarati

શ્રી રામ રામ રે

shri ram ram re

શ્રી રામ રામ રે

શ્રી રામ રામ રે પીત્તળ લોટો જળે ભર્યો રે!

દાતણ વેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ તે તાંબા તે કુંડીઓ જળે ભરી રે!

નાવણવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ રે રાંધી રસોઈઓ ઈમ રહી રે!

ભોજનવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ રે ઢાળેલા ઢોલિયા ઈમ રહ્યા રે!

પોઢણવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ રે ખૂંટીએ માળા ઈમ રહી રે!

ભજ્યાની વેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ રે ધન દોલત અને રૂપિયા રે!

સાથે આવે કાંઈ; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!

શ્રી રામ રામ રે કાચા તે કંપનો ઘડુલિયો રે!

નંદાતાં લાગે રે વાર, પ્રાણીયા! હેતે હરિ ને સંભાળજો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964