pachhli ratne paroDhiye - Lokgeeto | RekhtaGujarati

પાછલી રાતને પરોઢીએ

pachhli ratne paroDhiye

પાછલી રાતને પરોઢીએ

પાછલી રાતને પરોઢીએ, મરઘો બોલ્યો ને વહાણાં વહી ગયાં!

હાય રે પરોણા હાયે હાયે!

ભાઈ રે રાકા હાથણી શણગાર રે, ઓતરાને આણાં મોકલ્યાં;

ભાઈ રે ડોસીડા વેગે વે’લો આય રે, સાડીઓ ભાવ મોંઘા મૂલની.

લાવ્યો લાવ્યો લાખ બે લાખ રે, રાતી કાઢે ને કાળી નીકળે,

ઓતરાના કરમનો વાંક રે, એમાં ડોસીડો શું કરે?

પાછલી રાતને પરોઢીએ ઓતરાને આણાં મોકલ્યાં,

ભાઈ મણિયારી વે’લો વે’લો આય રે! ચૂડીઓ લાવ મોંઘા મૂલની

લાવ્યો લાવ્યો જોડ બે ચાર રે, સારી કાઢે ને નંદાએલી નીસરે રે!

ઓતરા કરમનો વાંક રે, એમાં મનિયારી શું કરે?

પાછલી તે રાતને પરોઢીએ, બાળ અભિમન્યુ જુદ્ધે ચઢ્યો,

પાછલી તે રાતને પરોઢીએ, મરઘો બોલ્યો ને વહાણાં વહી ગયાં,

હાય રે પરોણા હાયે હાયે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964