oy hay re sitani waDino achho Damro - Lokgeeto | RekhtaGujarati

ઓય હાય રે સીતાની વાડીનો આછો ડમરો

oy hay re sitani waDino achho Damro

ઓય હાય રે સીતાની વાડીનો આછો ડમરો

ઓય હાય રે સીતાની વાડીનો આછો ડમરો કેહરિયા!

ઓય હાય રે મરઘ ચરી ચરી જાય રે કેહરિયા!

ઓય સીતાએ લીધી છે ભારે રાડ રે કેહરિયા!

ઓય મરઘ મારીને સીવડાવો કંચવો રે કેહરિયા!

અરે ઘેલી રાણીજી ઘેલું બોલીએ ના કેહરિયા!

ઓય વસતર લાવીને સીવડાવશું કંચવો રે કેહરિયા!

ઓય ડોસીડો આવી ફેરી લઈ ગયો રે કેહરિયા!

ઓય ચૂંદડીઓનું કોણ કરસે સાચાં મૂલ રે કેહરિયા!

ઓય સીતાજી સરીખી દાર લાવશું રે કેહરિયા!

ઓય સીતા ધરાવશું રૂડાં નામ રે કેહરિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964