અભિમન્યુ ચડ્યા રણયુદ્ધ
abhimanyu chaDya ranyuddh
અભિમન્યુ ચડ્યા રણયુદ્ધ, ઉત્તરા રાણીને તેડાં મોકલ્યાં!
ભાઈ માળીડા તું છે મારે વીર, ગજરા કાઢને મોંઘા મૂલનાં,
સારા કાઢે ને કરમાઈ જાય, ઉત્તરા કરમના એવા દોષ છે!
ભાઈ ડોસીડા તું છે મારો વીર, ચૂંદડી કાઢને મોંઘા મૂલની,
સારી કાઢી ને નુકસાની નીકળે, ઉત્તરા કરમના એવા દોષ છે!
abhimanyu chaDya ranyuddh, uttara ranine teDan mokalyan!
bhai maliDa tun chhe mare weer, gajra kaDhne mongha mulnan,
sara kaDhe ne karmai jay, uttara karamna ewa dosh chhe!
bhai DosiDa tun chhe maro weer, chundDi kaDhne mongha mulni,
sari kaDhi ne nuksani nikle, uttara karamna ewa dosh chhe!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964