magasni matli, helam hela! - Lokgeeto | RekhtaGujarati

મગસની માટલી, હેલમ્ હેલા!

magasni matli, helam hela!

મગસની માટલી, હેલમ્ હેલા!

મગસની માટલી, હેલમ્ હેલા! ક્યા ભાઈ મૂલવે હેલમ્ હેલા!

પ્રાણભાઈ મૂલવે, હેલમ્ હેલા! કઈ વહુ મૂલવે, હેલમ હેલા!

સવિતા વહુ મૂલવે, હેલમ્ હેલા! ખોળે બેસાડી ખા, મારા બાપલા!

બાબો જાગ્યો, ભાગ પડાવ્યો! ખા મારા બાપલા!

મગજની માટલી, કોણ લઈ ગયું? બોલ બગલાં કુકડે કુક!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966