મે તો હોંસે બનાવ્યા પતળવેલિયા
mae to honse banawya patalweliya
મે તો હોંસે બનાવ્યા પતળવેલિયા રે, લોલ !
મે તો ક્યી બેનને બાફવા બોલાવિયા રે, લોલ !
મે તો ગીતાબેનને બાફવા બોલાવિયા રે, લોલ !
એણે બાફ્યાનો ન રાખ્યો સુમાર—મે તો.
મેં તો ક્યી વોવ ને ચાખવા બોલાવ્યા રે, લોલ !
મે તો અરૂણાબેનને ચાખવા બોલાવ્યા રે, લોલ !
એણે ચાખ્યાનો ન રાખ્યો સુમાર—મે તો.
અર્ધી રાતે તે પેટમાં દુખિયા રે, લોલ !
મહેશભાઈએ તે દાકતર બોલાવિયા રે, લોલ !
દાકતરે આપ્યો મીઠાનો જુલાબ—મે તો.
mae to honse banawya patalweliya re, lol !
mae to kyi benne baphwa bolawiya re, lol !
mae to gitabenne baphwa bolawiya re, lol !
ene baphyano na rakhyo sumar—mae to
mein to kyi wow ne chakhwa bolawya re, lol !
mae to arunabenne chakhwa bolawya re, lol !
ene chakhyano na rakhyo sumar—mae to
ardhi rate te petman dukhiya re, lol !
maheshbhaiye te daktar bolawiya re, lol !
dakatre aapyo mithano julab—mae to

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963