maDino chandaliyo ugyo - Lokgeeto | RekhtaGujarati

માડીનો ચાંદલિયો ઊગ્યો

maDino chandaliyo ugyo

માડીનો ચાંદલિયો ઊગ્યો

માડીનો ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! સોનીડાંને હાટે ઘોડલો રઢો લેશે;

બેનડી! તરેળિયાં વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થશે.

માડીનો! ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના! ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! મણિયારીને હાટે ઘોડલો રઢો લેશે;

બેનડી! ચૂડીલા વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થાશે.

માડીનો! ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના! ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! દોશીડાંને હાટે ઘોડલો રઢો લેશે;

બેનડી! ચૂંદડીઓ વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થાશે.

માડીને ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! માળીડાંને હાટે ઘોડલો રઢો લેશે;

બેનડી! મોડિયા વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થાશે.

માડીનો ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! ખેરાદીને હાટે ઘોડલો રઢો લેશે,

બેનડી! ટીલડીઓ વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થાશે.

માડીનો! ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી,

માડીના! ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

બેનડી! મોચીડાને હાટે ઘોડલો રઢો લેશે,

બેવડી! મોજડીઓ વસાવતાં લાગી વાર રે!

મામેરાં વેળા હમ થાશે.

માડીનો! ચાંદલિયો ઊગ્યો ને હૈણ્યો આથમી;

માડીના! ચ્યાં રે રહીને જોઉં તમારી વાટ રે!

મામેરાં વેળા વટી જાશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957