માડી, મને કાળાને ને દેજો
maDi, mane kalane ne dejo
માડી, મને કાળાને ને દેજો, પિયર મારૂં ધંધુકા!
માડી, કાળો કટમ લજવે, પિયર મારૂં ધંધુકા!
માડી, મને ધોળાને ન દેજો, પિયર મારૂં ધંધુકા!
માડી, ધોળો ધોકા મારે, પિયર મારૂં ધંધુકા!
માડી, મને લાંબાને ન દેજો, પિયર મારૂં ધંધુકા!
માડી, લાંબો આડી ભાંગે, પિયર મારૂં ધંધુકા!
માડી, મને ઠીંગણાને ન દેજો, પિયર મારૂં ધંધુકા!
માડી, ઠીંગણો ઠેબાં ખાય, પિયર મારૂં ધંધુકા!
maDi, mane kalane ne dejo, piyar marun dhandhuka!
maDi, kalo katam lajwe, piyar marun dhandhuka!
maDi, mane dholane na dejo, piyar marun dhandhuka!
maDi, dholo dhoka mare, piyar marun dhandhuka!
maDi, mane lambane na dejo, piyar marun dhandhuka!
maDi, lambo aaDi bhange, piyar marun dhandhuka!
maDi, mane thingnane na dejo, piyar marun dhandhuka!
maDi, thingno theban khay, piyar marun dhandhuka!

*ધુંધકા અને પોરબંદર વચ્ચે ઘણું અંતર છે બરડાના લોકગીતોમાં ધંધુકાનું નામ શી રીતે આપ્યું તે કોયડો છે. કદાચ ધંધુકાની કોઈ બાઈ ત્યાં ગઈ હોય ને એણે ગવરાવ્યું હોય તેથી ધુંધુકા નામ પ્રચલિત બન્યું હોય એમ લાગે છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 171)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966