madh bethun re lila manDwa heth - Lokgeeto | RekhtaGujarati

મધ બેઠું રે લીલા માંડવા હેઠ

madh bethun re lila manDwa heth

મધ બેઠું રે લીલા માંડવા હેઠ

મધ બેઠું રે લીલા માંડવા હેઠ કે

મધડાં રે રળિયામણાં.

મધ પાડશે રે ઓલ્યા માવસંગ વેવઈ કે

મધડા રે રળિયામણાં.

મધ ગાળશું રે સાચા સાળુને છેડે કે

મધડાં રે રળિયામણાં.

હોઠ ચાટશે રે ઓલ્યા માવસંગ જમઈ કે

મધડાં રે રળિયામણાં....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959