warghoDo - Lokgeeto | RekhtaGujarati

વરઘોડો

warghoDo

વરઘોડો

ભાઈ ળે સુઠાળીને બેટે કે કઈયાં કળો અમ્માળાં રે.

ભાઈ ને ળે લગને બાજેઠ લઈ આવો—

કે લાડા-લાડકડીને કાજે ળે.

લાડા લાડકડીને કાજે ળે.

આઈવે ળે વાસુડેવ કેળે નંડ

પૂનેમ કેળે ચંડ

ડીવા કેળી જોટ,

મોટી કેળી ઝૂલે—

ભલે ભલે અજવાળાં ળે,

ભલે ભલે અજવાળાં ળે.

ભાઈ ળે માળીડેને બેટે કે કઈયાં કળો અમ્માળાં ળે.

ભાઈને ળે લગને ગજળે લઈ આવો—

કે લાડા-લાડકડીને કાજે ળે.

લાડા-લાડકડીને કાજે ળે.

આઈવે ળે વાસુડેવ કેળે નંડ

પૂનેમ કેળે ચંડ

ડીવા કેળી જોટ

મોટી કેળી ઝૂલે—

ભલે ભલે અજવાળાં ળે,

ભલે ભલે અજવાળાં ળે.

[ભાઈ રે સુથારીના ને માળીડાના બેટા કહ્યાં કરો અમારાં રે! ભાઈના લગ્નમાં બાજઠ અને ગજરો લઈ આવો.

આવ્યા રે વાસુદેવ કેરા નંદ

પૂનેમ કેરા ચંદ

દીવા કેરી જ્યોત

મોતી કેરી ઝૂલ-વગેરે.]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957