sonani bhaththi - Lokgeeto | RekhtaGujarati

સોનાની ભઠ્ઠી

sonani bhaththi

સોનાની ભઠ્ઠી

સોનાની ભઠ્ઠીએ સાયબાઈ ડાળુ ગલાય ળે.

ટે ટો લુપીએ હેળ વેચાય ળે,

પીએ ઠોડે ને સાયબાઈ ઢોળે ઘણે ળે—

એવા મૉલ પળ ઉડે ળે ગોલાલ!

ઝીણી ટે પીછોડી માળે પાંચે ળે ભાઈની

ટે ટો ઓઢી કેમ જણાય ળે;

ઓઢે ઠોડી ને સાયબાઈ ટોડે ઘણી ળે—

એના મૉલ પળ ઊડે લે ગોલાલ!

[સોનાની ભઠ્ઠીએ સાહ્યબા દારૂ ગળાય રે,

તે તો રૂપીએ શેર વેચાય રે,

પીએ થોડો ને સા’યબા ઢોળે ઘણો રે

એના મો’લ પર ઊડે રે ગુલાલ!

ઝીણી તે પીછોડી મારા પાંચા રે ભાઈની,

તે તો ઓઢી કેમ જણાય રે,

ઓઢે થોડી ને સા’યબા તોડે ઘણી ળે—

એના મો’લ પર ઊડે રે ગુલાલ!]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957