pani ja nahi - Lokgeeto | RekhtaGujarati

પાણી જ નહિ

pani ja nahi

પાણી જ નહિ

નવલે વેવાઈએ વેળી ખોડાવી

વેણીમાં ટો પાણી નંઈ ળે

પાણી નંઈ ળે

ડોળિયામાં તો ડણકેલો વાઈગો!

નવલે વેવાઈએ જમવા નોટઈળાં,

વાલ ભઈડીને સડળું ળાંઈઢું,

કોડળા ભઈડીને કોડળી ળાંઢી

ભડળક ભાજીનો બઈળો હવાડ!

[ જમતાં પાણી મંગાવ્યું પણ જલદી આવ્યું નહિ. એટલે જાનરડીઓ ચિરાણી. નવલા વેવાઈએ વીરડી ખોદાવી, વીરડીમાં પાણી નહિ મળે તો પછી દોરિયો—ઘડામાં ક્યાંથી હોય! ખાલીખમ છે. રણકો વાગે છે. ‘દોરિયામાં તો રણકેલો વાગ્યો.]

નવલા વેવાઈએ વેરી ખોદાવી

વેરીમાં તો પાણી નહિ રે,

પાણી નહિ રે

દોરિયામાં તો દણકેલો વાઈગો!

નવલા વેવાઈએ જમવા નોતઈરાં,

વાલ ભરડીને સદરૂં રાંઈધું,

કોદરા ભરડીને કોદરી રાંધી,

ભદ્રક ભાજીનો બળ્યો સવાદ!]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957