laDi chaal we’leri - Lokgeeto | RekhtaGujarati

લાડી ચાલ વે’લેરી

laDi chaal we’leri

લાડી ચાલ વે’લેરી

પાણી ભઈળાં ળે ભળપૂળ લાડી ચાલ વે’લેળી!

ટાળાં ઢીંગલાં લમ્મટ લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળો ડાડો ટળિયો લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળો ભાઈ ભવાયો લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળી માડી લાંઢણ લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળી બેન બુવાઈડી લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળી ભાભી ભાંડણ લે ળે લાડી ચાલ વે’લેળી!

ટાળી સઈયળ ડળવા લે ળે લાડી ચાલ વે’લેળી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957