kanyawiday 3 - Lokgeeto | RekhtaGujarati

કન્યાવિદાય - ૩

kanyawiday 3

કન્યાવિદાય - ૩

ઉટાવળ કળો ળે નેમાભાઈ વીળ,

આપળે જાવું વીળા વેગળી ભોંય.

છોળીને લે જાશું વીળા આપળે ડેશ.

છોળીની નગળીમાં ઢોળિયા લોક,

ઢોળિયા પે’ળે વીળા ઝીંઝાના લંગોટ,

આપળી ળે નગળીમાં દેહાઈ લોક,

દેહાઈ પે’ળે વીળા ડખણી ચીળ.

છોળીની નગળીમાં ખાળવા લોક,

ખાળવા પે’ળે વીળા ચામડાના ચીળ.

આપળી ળે નગળીમાં વાણિયાં લોક,

વાણિયાં પે’ળે વીળા ડખણી ચીળ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957