છોળો માંડવે
chholo manDwe
છોળો માંડવે માંડવે ફળી વઈળો,
નંઈ ળે છોળાનો બાપ—હળિલસ નાંગળવેલ!
એટલે વડ પળથી વાંડળો બોલી પઈડો :
ઉં ળે જમાઈનો બાપ—હળિલસ નાંગળવેલ!
છોળો માંડવે માંડવે ફળી વઈળો,
નંઈ ળે છોળાની માડી—હળિલસ નાંગળવેલ!
એટલે વડ પળથી વાંદળી બોલી પઈડી :
ઉં ળે જમાઈની માડી—હળિલસ નાંગળવેલ!
છોળો ઓવડે ઓવડે ફળી વઈળો,
નંઈ લે છોળાની બેની—હળિલસ નાંગળવેલ!
એટલે માળ પળઠી બલાડી બોલી પઈડી;
ઉં ળે જમાઈની બેની—હળિલસ નાંગળવેલ!
chholo manDwe manDwe phali wailo,
nani le chholano bap—halilas nangalwel!
etle waD palthi wanDlo boli paiDo ha
un le jamaino bap—halilas nangalwel!
chholo manDwe manDwe phali wailo,
nani le chholani maDi—halilas nangalwel!
etle waD palthi wandli boli paiDi ha
un le jamaini maDi—halilas nangalwel!
chholo owDe owDe phali wailo,
nani le chholani beni—halilas nangalwel!
etle mal palthi balaDi boli paiDi;
un le jamaini beni—halilas nangalwel!
chholo manDwe manDwe phali wailo,
nani le chholano bap—halilas nangalwel!
etle waD palthi wanDlo boli paiDo ha
un le jamaino bap—halilas nangalwel!
chholo manDwe manDwe phali wailo,
nani le chholani maDi—halilas nangalwel!
etle waD palthi wandli boli paiDi ha
un le jamaini maDi—halilas nangalwel!
chholo owDe owDe phali wailo,
nani le chholani beni—halilas nangalwel!
etle mal palthi balaDi boli paiDi;
un le jamaini beni—halilas nangalwel!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957