મા અને સાસુ
ma ane sasu
મારી માતાને આંગણે બોરડી, મને મીઠાં લાગે બોર;
એ માતા કેમ વિસરે?
મારી સાસુના આંગણે લીંબડી, કડવી લાગે લીંબોળિયો;
એ સાસુ કેમ સાંભરે?
મારી માતાને આંગણે ઝોટડી, મને દોતાં વાણાં વાય;
એ માતા કેમ વિસરે?
મારી સાસુને આંગણે ગધુ, મને દોયતે પાટવાં દે!
એ સાસુ કેમ સાંભરે?
મારી માતાના ગુંથેલાં માથા, માંય પાંથીએ પાકાં તેલ;
એ માતા કેમ વિસરે?
મારી સાસુના બાંધેલા માથા, માંય વેંસી મેલ્યા ચારઃ
એ સાસુ કેમ સાંભરે?
મારી માતાની રાંધેલી ખીચડી, માંય ઘીની નેંકો ચાર;
એ માતા કેમ વિસરે?
મારી સાસુના બાળેલા ઠાંઠવા, માંય તેલનું ટેંપુ એક,
એ સાસુ કેમ સાંભરે?
મારી માતાનો ઢાળેલો ઢોલિયો, ઓસંગે હીરનું ચીર;
એ માતા કેમ વિસરે?
મારી સાસુનો ઢાળેલો માંચો. ઈની પાંજેઠે બાંડો હાપ;
એ સાસુ કેમ સાંભરે?
mari matane angne borDi, mane mithan lage bor;
e mata kem wisre?
mari sasuna angne limbDi, kaDwi lage limboliyo;
e sasu kem sambhre?
mari matane angne jhotDi, mane dotan wanan way;
e mata kem wisre?
mari sasune angne gadhu, mane doyte patwan de!
e sasu kem sambhre?
mari matana gunthelan matha, manya panthiye pakan tel;
e mata kem wisre?
mari sasuna bandhela matha, manya wensi melya chaar
e sasu kem sambhre?
mari matani randheli khichDi, manya ghini nenko chaar;
e mata kem wisre?
mari sasuna balela thanthwa, manya telanun tempu ek,
e sasu kem sambhre?
mari matano Dhalelo Dholiyo, osange hiranun cheer;
e mata kem wisre?
mari sasuno Dhalelo mancho ini panjethe banDo hap;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968