aaran manDalye re luhariya - Lokgeeto | RekhtaGujarati

આરણ મંડલ્યે રે લુહારિયા

aaran manDalye re luhariya

આરણ મંડલ્યે રે લુહારિયા

આરણ મંડલ્યે રે લુહારિયા,

દિલ્લી કે દરવાજે આરણ મંડલ્યે રે.

ધમે ની જાણું રે લુહારિયા,

જાતકી બણિયાણી, ધમે ની જાણું રે.

જલદી લેરાં ચાલું રે.

કાલી કાલી પડતી રે, એરણકા ધુઆં

ઔર ધમાસુ, કાલી પડતી રે લુહારિયા,

જલદી લેરા ચાલુ રે લુહારિયા,

થારા કાનારી મુરક્યાંકી નથડી ઘડાદે;

જલદી લેરાં ચાલું રે.

પીપલ રે પાતા મેં લુહારિયા,

દારૂડો પાયો રે પીપલરે પાના મેં;

કાયા બટલાની રે લુહારિયા,

જલદી લેરાં ચાલુ રે.

દિન બાટલ્યો રે, જાતકી બનિયારી,

તોલા ને તિસ્યારા મારે લુહારિયા;

તમન્યો ઘડાદે રે લુહારિયા,

જલદી લેરાં ચાલુ રે.

જલદી લેરાં ચાલુ રે, થારા પગારા કડલારી,

કડીયાં ઘડાદે રે લુહારિયા;

જલદી લેરાં ચાલું રે.

પિત્તલરી ઘુઘરીયાલી ગાડી ઘડાદે લુહારિયા,

હેઠી ની ચાલુ રે લુહારિયા

મોટા મોટા બેલ્યારી ગાડીયાં મેં

મ્હને બિઠાદે રે લુહારિયા,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966