bharat wilap - Lokgeeto | RekhtaGujarati

ભરત વિલાપ

bharat wilap

ભરત વિલાપ

હવે ભરત અજોધ્યામાં આવીઆ. શત્રુઘ્ને છે લીધો જોગ.

રામ વિજોગે હું નઈં રહું, કેમ ખમીશ વિજોગ?

હવે ભરત અજોધ્યામાં આવીઆ.

સુનાં દીઠાં રે સિહાસન, ને સુના દશરથ તાત,

સુની દીઠી અજોધ્યા સરવે, ને ઘેર રોને છે માત;

હવે ભરત અજોધ્યામાં આવીઆ.

ધિક, ધિક રે કેકઈ, તારી કુખને, ધિક મુજ અવતાર,

મુજ કારણ રામજી વન ગયા, ધિક પડો રાજ;

હવે ભરત અજોધ્યામાં આવીઆ.

કોઈ રાજ સેવક ને સામંતા, મુજ વચન સુણજો એહ,

હવે મુખ નહિ જોવું મારી માતનું, મારો લજવ્યો છે દેહ;

હવે ભરત અજોધ્યામાં આવીઆ.

રામ ભાઈ, તમે વન નવ જાશો, ભાઈની રાખોને લાજ,

દશરથ જાતાં રાજના સ્વામી, તમે કરો અજોધ્યાનું રાજ;

હવે ભરત અજોધ્યામાં આવીઆ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968