ayodhyanun rajya joi joi - Lokgeeto | RekhtaGujarati

અયોધ્યાનું રાજ્ય જોઈ જોઈ

ayodhyanun rajya joi joi

અયોધ્યાનું રાજ્ય જોઈ જોઈ

અયોધ્યાનું રાજ્ય જોઈ જોઈ સીતા પરણવા આવ્યા.

કરમે માંડેલા વનવાસ સીતાજી પુરૂષ રામ જેવા પામ્યા.

ઉતારા ઓરડા તો નજરો નો દીઠ્યા.

દા’ડી દા’ડી જંગલ ઝુંપડામાં રહેતી.

સીતાજી પુરૂષ રામ જેવા પામ્યા.

દાતણ દાડમી તો નજરે નો દીઠ્યા.

દા’ડી દા’ડી બાવળ બોરડી આવે

સીતાજી પુરૂષ રામ જેવા પામ્યા.

નાવણ કુંડીયું તો નજરે નો દીઠી.

દા’ડી દા’ડી ખાડા ખાબોચિયામાં ના’તી

સીતાજી પુરૂષ રામ જેવા પામ્યા.

ભોજન લાપસી તો નજરે નો દીઠ્યા.

દા’ડી દાં’ડી ટાઠા ટુકડા ખાતી.

સીતાજી પુરૂષ રામ જેવા પામ્યા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963