lili pili goramati mangawo re - Lokgeeto | RekhtaGujarati

લીલી પીળી ગોરમતિ મંગાવો રે

lili pili goramati mangawo re

લીલી પીળી ગોરમતિ મંગાવો રે

લીલી પીળી ગોરમતિ મંગાવો રે, બેની આજનો દિવસ!

તેની રૂડી ચોરલિયો થપાવો રે, બેની આજનો દિવસ!

લીલા પીળા વાવટા મંગાવો રે, બેની આજનો દિવસ!

તેનો રૂડો માંડવો રસાવો રે, બેની આજનો દિવસ!

લીલા પીળાં તોરણો બંધાવો રે, બેની આજનો દિવસ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963