lili lili limDioni chhay re - Lokgeeto | RekhtaGujarati

લીલી લીલી લીમડીઓની છાય રે

lili lili limDioni chhay re

લીલી લીલી લીમડીઓની છાય રે

લીલી લીલી લીમડીઓની છાય રે, મરઘો બોલ્યો રે ક્રોધમાં!

મેર મૂઆ મરઘા વાવ્યાં ઊંડા વેર, શીદ બોલ્યો રે ક્રોધમાં?

મરઘે એમની માતાને જગાડિયાં, માતા તમને છેલ્લા જવાબ રે!

આજના ઉપડ્યા દીકરા તમને નહીં મળે,

મળશે મળશે માસ માસ રે!

ભાદરવાના પાછલા પખવાડિયે!

—લીલી લીલી.

મરઘે એમના પિતાને જગાડિયાં, પિતા તમને છેલ્લા જવાબ રે!

આજના ઉપડ્યા દીકરા તમને નહીં મળે,

મળશે મળશે માસ માસ રે!

ભાદરવાના પા।છલા પખવાડિયે!

—લીલી લીલી.

મરઘે એમના ઘરસૂત્ર જગાડિયાં, ઘરસૂત્રને છેલ્લા જવાબ રે!

આજના ઉપડ્યા પતિ તમને નહીં મળે,

મળશે મળશે માસ માસ રે!

ભાદરવાનાં પાછલા પખવાડિયે?

મરઘે એમના બહેનીને જગાડયાં, બહેનીને છેલ્લા જવાબ રે!

આજના ઉપડ્યા વીરા તમને નહીં મળે,

મળશે મળશે માસ માસ રે!

ભાદરવાના પાછલા પખવાડિયે!

મરઘે એમના કુટુમ્બ જગાડિયા, કુટુમ્બને છેલ્લા જવાબ રે!

આજના ઉપડ્યા તમને નહીં મળે,

મળશે મળશે માસ માસ રે!

ભાદરવાના પાછલા પખવાડિયે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964