લે’રિયું પહેરીને હું તો નીસરી રે!
le’riyun paherine hun to nisri re!
સામા વાડામાં વ્રણની વરખડી રે બાઈ, દીધી વીણનારાને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
વીણી વિણાવી ઘેર આવિયાં રે બાઈ, નાખ્યું છે લોઢનારાને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
લોઢી લોઢાવી ઘેર આવિયુંરે બાઈ, નાખ્યું છે પીંજારાને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
પીંજી પીંજાવી આવિયું રે બાઈ, નાખ્યું કાંતનારીને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
કાંતી કંતાવી ઘેર આવિયું રે બાઈ, નાખ્યું વણનારાને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
વણી વણાવી ઘેર આવિયું રે બાઈ, નાખ્યું રંગારાને ઘેર;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
રંગી રંગાવી ઘેર આવિયું રે બાઈ, પહેરી ઓઢીને હું તો નીસરી રે;
મારી નણદી માગે લે’રિયું રે બાઈ!
જઈ રહ્યા ગામના લોક રે, આ લે’રિયું ક્યાંથી વાપર્યું?
મારી નણદી માગે લે’રિયું રે બાઈ.
sama waDaman wranni warakhDi re bai, didhi winnarane gher;
mari nandi mage le’riyun re bai!
wini winawi gher awiyan re bai, nakhyun chhe loDhnarane gher;
mari nandi mage le’riyun re bai!
loDhi loDhawi gher awiyunre bai, nakhyun chhe pinjarane gher;
mari nandi mage le’riyun re bai!
pinji pinjawi awiyun re bai, nakhyun kantnarine gher;
mari nandi mage le’riyun re bai!
kanti kantawi gher awiyun re bai, nakhyun wannarane gher;
mari nandi mage le’riyun re bai!
wani wanawi gher awiyun re bai, nakhyun rangarane gher;
mari nandi mage le’riyun re bai!
rangi rangawi gher awiyun re bai, paheri oDhine hun to nisri re;
mari nandi mage le’riyun re bai!
jai rahya gamna lok re, aa le’riyun kyanthi waparyun?
mari nandi mage le’riyun re bai

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
- પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966