lankman kanto wajyo re - Lokgeeto | RekhtaGujarati

લાંકમાં કાંટો વાજ્યો રે

lankman kanto wajyo re

લાંકમાં કાંટો વાજ્યો રે

લાંકમાં કાંટો વાજ્યો રે ઝેણું ઝુમખડું.

કાંય પગમાં પીડા ઉપડી રે ઝેણું ઝુમખડું.

કાંય અંગે પીડા ઉપડી રે ઝેણું ઝુમખડું.

કાંય વૈદડા તેડાવો રે ઝેણું ઝુમખડું.

મારા સસરાજી તેડાવો રે ઝેણું ઝુમખડું.

મારી સાસુજી ભામણાં લેશે રે ઝેણું ઝુમખડું.

મારા જેઠજી તેડાવો રે ઝેણું ઝુમખડું.

જેઠાણી વાયરો ઢોળે રે ઝેણું ઝુમખડું.

મારા દીયોરને તેડાવો રે ઝેણું ઝુમખડું.

મારી દેરાણી પગડાં ધોશે રે ઝેણું ઝુમખડું.

મારા પૈણોજી તેડાવો રે ઝેણું ઝુમખડું.

લાંકમાં કાંટો વાજ્યો રે ઝેણું ઝુમખડું.

પાટણથી પાટા મંગાવો રે ઝેણું ઝુમખડું.

મારા કાંટડિયા કઢાવો રે ઝેણું ઝુમખડું.

મારા પૈણોજી પાટા બાંધે રે ઝેણું ઝુમખડું.

માફે બેહીને ઘેર જાહું રે ઝેણું ઝુમખડું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 276)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966