લાલ પાડોશણ
lal paDoshan
કવલી રે ગાયનાં દૂધડાં, ને
એને હેઠે વાછરું ધાવે;
મારા પ્રભુજી એવા ભોળિયા, ને
તેની તે છાશ કરાવે.
લાલ પડોશણ પાતળી, ને
છાશ લેવાની મસે આવે;
મારા પ્રભુજી એવા ભોળિયા, ને
એને વાતે રે વળગાડે.
એવડાં તે નર તારે બોલવે,
અમે ઘરમાં કેમ કરી રઈએ?
એવડાં તે દુઃખ જો અમને ભાંગે, તો
પાછાં મહિયર જઈએ.
kawli re gaynan dudhDan, ne
ene hethe wachharun dhawe;
mara prabhuji ewa bholiya, ne
teni te chhash karawe
lal paDoshan patli, ne
chhash lewani mase aawe;
mara prabhuji ewa bholiya, ne
ene wate re walgaDe
ewDan te nar tare bolwe,
ame gharman kem kari raiye?
ewDan te dukha jo amne bhange, to
pachhan mahiyar jaiye
kawli re gaynan dudhDan, ne
ene hethe wachharun dhawe;
mara prabhuji ewa bholiya, ne
teni te chhash karawe
lal paDoshan patli, ne
chhash lewani mase aawe;
mara prabhuji ewa bholiya, ne
ene wate re walgaDe
ewDan te nar tare bolwe,
ame gharman kem kari raiye?
ewDan te dukha jo amne bhange, to
pachhan mahiyar jaiye



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968