lal nawtanki - Lokgeeto | RekhtaGujarati

લાલ નવટાંકી

lal nawtanki

લાલ નવટાંકી

નવટાંક તેલ ઉછીનું લાવી, ચૂલાબેડે મૂક્યું લાલ નવટાંકી.

પડોશણ આવી દેવતા લેવા, તેલડાં ઢોળી નાખ્યાં લાલ નવટાંકી.

ત્યાંથી રેલો ઉંબરામાં આવ્યો, છોકરાં ગયાં તણાઈ લાલ નવટાંકી.

ત્યાંથી રેલો ફળિયામાં આવ્યો, વાછરું ગયાં તણાઈ લાલ નવટાંકી.

ત્યાંથી રેલો ડેલીમાં આવ્યો, ડોસીયું ગયાં તણાઈ લાલ નવટાંકી.

ત્યાંથી રેલો બજારે આવ્યો, પટેલિયા ગયા તણાઈ લાલ નવટાંકી.

પટલાણીમા તો શીંકે ચડિયાં, શીંકુ ગયું તૂટી લાલ નવટાંકી.

શીંકુ તૂટ્યું ને પડ્યાં પટલાણી, દિયર દાંત કાઢે લાલ નવટાંકી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966