lal motar aawi - Lokgeeto | RekhtaGujarati

લાલ મોટર આવી

lal motar aawi

લાલ મોટર આવી

લાલ મોટર આવી, કેરીનો કંડિયો લાવી

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો સેંડલ પહેરી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો સાડી પહેરી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો એરીંગ પહેરી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો કટક પહેરી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો ઘડિયાળ પહેરી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો પાઉડર છાંટી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો ચોટલા રાખી ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો, તો પરદેશમાં જઈ ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

મારા ભાઈને વરશો તો સુખી થઈને ફરશો

મારી ભાભી આકરુમાં લીલાલહેર છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959