lal kakari uDi sali - Lokgeeto | RekhtaGujarati

લાલ કાકરી ઊડી સાલી

lal kakari uDi sali

લાલ કાકરી ઊડી સાલી

લાલ કાકરી ઊડી સાલી અસમાન વડોદરા શેરમાં રે લોલ. (2)

ભાઈબંધ લેજો ઢાલડીઓ સંગાથ મલેકમાં જુઝવા રે લોલ.

ઢાલડીઓનો ઓરનારો છેલ ખાંતેલો ગણેશભાઈ ઘેર નથી રે લોલ.

કાકરી ઊડી સાલી અસમાન વડોદરા શેરમાં રે લોલ.

ભાઈબંધ લેજો તલવારો સંગાથ મલેકમાં જુઝવા રે લોલ.

તલવારોનો ઓરનારો છેલછબેલો મોહનભાઈ ઘેર નથી રે લોલ.

કાકરી ઊડી સાલી અસમાન વડોદરા શેરમાં રે લોલ.

ભાઈબંધ લેજો બંદૂખો સંગાથ મલેકમાં જુઝવા રે લોલ.

બંદૂખોનો ઓરનારો છેલ ગણેશભાઈ ઘેરે નથી રે લોલ.

કાકરી ઊડી સાલી અસમાન વડોદરા શેરમાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959