લક્ષણ
lakshan
ઓધવ, લક્ષણ જુઓની નંદલાલનાં જો,
મધુરાં બેસીને રહ્યો છે વ્હાલો ક્યારનો જો;
-ઓધવ.
મારી મહીની મઢુકી રોકી વાટમાં જો,
મખિયાં પડશે તે મહીં કેરાં માટમાં જો;
-ઓધવ.
મહી ખાવું હોય તો આવજે મારા મે’લ જો,
આલ્યા કાનુડા, તું અમને છેડમા જો;
-ઓધવ.
તમે રહો છો તે કીયા ગામમાં જો,
આવડા શેના આવ્યા છે અભિમાનમાં જો;
-ઓધવ.
તમે કીયા તે ગામના ઠાકરા જો,
માં માર રે કાનુડા, ઊંને કાંકરા જો;
-ઓધવ.
અમે ગોકુળ ગામના ઠાકરા જો,
સહુ ગોપીઓ વડે ઉછાછળા જો;
-ઓધવ.
એવા કૃષ્ણના ગુણ તો ગાઈએ જો,
પેલી કુબ્જાએ રાખ્યા વાહીને જો;
-ઓધવ.
odhaw, lakshan juoni nandlalnan jo,
madhuran besine rahyo chhe whalo kyarno jo;
odhaw
mari mahini maDhuki roki watman jo,
makhiyan paDshe te mahin keran matman jo;
odhaw
mahi khawun hoy to aawje mara mae’la jo,
alya kanuDa, tun amne chheDma jo;
odhaw
tame raho chho te kiya gamman jo,
awDa shena aawya chhe abhimanman jo;
odhaw
tame kiya te gamna thakra jo,
man mar re kanuDa, unne kankra jo;
odhaw
ame gokul gamna thakra jo,
sahu gopio waDe uchhachhla jo;
odhaw
ewa krishnna gun to gaiye jo,
peli kubjaye rakhya wahine jo;
odhaw
odhaw, lakshan juoni nandlalnan jo,
madhuran besine rahyo chhe whalo kyarno jo;
odhaw
mari mahini maDhuki roki watman jo,
makhiyan paDshe te mahin keran matman jo;
odhaw
mahi khawun hoy to aawje mara mae’la jo,
alya kanuDa, tun amne chheDma jo;
odhaw
tame raho chho te kiya gamman jo,
awDa shena aawya chhe abhimanman jo;
odhaw
tame kiya te gamna thakra jo,
man mar re kanuDa, unne kankra jo;
odhaw
ame gokul gamna thakra jo,
sahu gopio waDe uchhachhla jo;
odhaw
ewa krishnna gun to gaiye jo,
peli kubjaye rakhya wahine jo;
odhaw



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968