unchi nichi meDi - Lokgeeto | RekhtaGujarati

ઊંચી નીચી મેડી

unchi nichi meDi

ઊંચી નીચી મેડી

ઊંચી નીચી મેડી, રણઝણ બોલે...!

મેડીએ બેઠા રે, ઠાકોર બે જણા.

જે રે માગો તે, માગો મારાં ગૌરી.

જે રે માગો તે, અમે આપીશુ.

કે શીંગારા ઘોડીલા, લાવો ઠાકોરીયા.

અણશીંગા ધોરી, મારે જોઈશું.

અવડી બોલીઓના, બોલશો મારાં ગૌરી... 2

શીંગારા ઘોડીલા, ના હોઈ ગૌરી.

અણશીંગા ધોરી, અમને ના મલે.

બાવરની બાજો, લાવો ઠાકોરીયા.

સમડીના પડીઆ, મારે જોઈશું.

બાવરની બાજો, ના હોઈ ગૌરી.

સમડીના પડીઆ અમને ના મલ્યા... અવડી બોલીઓ.

ચાંચળની ચૂંદડી, લાવો ઠાકોરીયા.

માંકનની મોજરી, અમારે જોઈશું.

ચાંચળની ચુંદડી, ના હોઈ ગૌરી.

માંકનની મોજરી, અમને ના મળી... અવડી બોલીઓ.

ચીનીના ચૂડલા, લાવો ઠાકોરીયા.

રઈનાં કાંકણ, અમારે જોઈશું

ચીનીના ચૂડલા, લાવો ઠોકોરીયા.

રઈનાં કાંકણ, અમારે જોઈશું.

ચીના ચૂડલા, ના હોઈ રી.

રઈનાં કાંકણ, અમને ના મલે.

આવડી બોલી ના, બોલો મારાં ગૌરી.

અવડી બોલડીએ, ના મળે ગૌરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964