tame door door deshoman - Lokgeeto | RekhtaGujarati

તમે દૂર દૂર દેશોમાં

tame door door deshoman

તમે દૂર દૂર દેશોમાં

તમે દૂર દૂર દેશોમાં જવાના રે, હો વસુબેન!

તમે માતાને મૂકી જવાના રે, હો વસુબેન!

તમે સાસુની માયા ઝાલી રે, હો વસુબેન!

તમે પિતાને મૂકી જવાના રે, હો વસુબેન!

તમે સાસરાની માયા ઝાલી રે, હો વસુબેન!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963