sanDhalDi - Lokgeeto | RekhtaGujarati

સાંઢલડી

sanDhalDi

સાંઢલડી

સાંઢ મોરી, આબુ ગઢથી આઈ હો રૈકા,

ભલી શણગારેલ સાંઢલડી રે.

સાંઢ મોરી નાળિયોરની ભરેલ હો રૈકા,

ભલી શણગારેલ સાંઢલડી રે.

આજ માર રમુભાઈના અવસર હો રૈકા,

ભલી શણગારેલ સાંઢલડી રે.

સાંઢ મોરી, આબુ ગઢથી આઈ હો રૈકા,

ભલી શણગારેલ સાંઢલડી રે.

સાંઢ મોરી, ખારેકુંની ભરેલ હો રૈકા,

ભલી શણગારેલ સાંઢલડી રે.

રસપ્રદ તથ્યો

આ ગીત દદુકા ગામની બેનોએ ગાઈ સાંભળાવ્યું હતું.