ratanba chandanun chandaraDun - Lokgeeto | RekhtaGujarati

રતનબા ચાંદાનું ચાંદરડું

ratanba chandanun chandaraDun

રતનબા ચાંદાનું ચાંદરડું

રતનબા ચાંદાનું ચાંદરડું રે

માવસંગ જમઈ વગડાનું વાંદરડું રે

રતનબા પાણીડાં જીયાં’તાં રે

માવસંગ જમઈ પખાલી થઈને જીયા’તા રે

જમઈડે બહુ રે કલપના કીધી

ત્યારે અમે દેવકન્યા દીધી.

રતનબા નિશાળે ભણવાને જીયાં’તાં.

માવસંગ જમઈ માસ્તર થઈને ગ્યાતા.

રતનબા મોટરમાં ફરવાને જીયાં’તાં.

માવસંગ જમઈ ડ્રાઈવર થઈને જીયા’તા.

જમઈડે બહુ રે કલપના કીધી

ઇંગ્લિશમાં માતાને કે’છે મધર, મધર મધર કરે ને

લોક હસાવે રે

બે બયુની જાનમાં રસ નાવે.

ઇંગ્લિશમાં બાપાને કે’છે ફાધર, ફાધર ફાધર કરે ને

લોક હસાવે રે

મારે માંડવે રે રસ રે રસ આવે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959