નવલા વેવઈ આવ્યા નવ જણ
nawala wewi aawya naw jan
નવલા વેવઈ આવ્યા નવ જણ,
આવી ઓટલે બેઠા.
ખાસડાં મેલ્યાં ખાટલે,
આવી ઓટલે બેઠા.
એવા તે વેવઈ મૂર્ખા,
બેસણ બેસી ના જાણ્યા.
તેડાવો અમરસંગ ચતુરને,
બેસણ બેસી દેખાડે.
ખાસડાં મેલાં ઓટલે,
આ ઓટલે બેઠા...નવલા વેવઈ.
દાળના વાળ્યા કોળીયા,
કંસાર લીધો સૈડકે.
એવા તે વેવઈ મૂર્ખા,
જમણ જમી ના જાણ્યાં.
તેડાવો પર વતસંગ ચતુરને,
જમણ જમી દેખાડે.
કંસારના વાળીયા કોળીયા,
દાળને સૈડકે લીધી...નવલા વેવઈ.
nawala wewi aawya naw jan,
awi otle betha
khasDan melyan khatle,
awi otle betha
ewa te wewi murkha,
besan besi na janya
teDawo amarsang chaturne,
besan besi dekhaDe
khasDan melan otle,
a otle betha nawala wewi
dalna walya koliya,
kansar lidho saiDke
ewa te wewi murkha,
jaman jami na janyan
teDawo par watsang chaturne,
jaman jami dekhaDe
kansarna waliya koliya,
dalne saiDke lidhi nawala wewi
nawala wewi aawya naw jan,
awi otle betha
khasDan melyan khatle,
awi otle betha
ewa te wewi murkha,
besan besi na janya
teDawo amarsang chaturne,
besan besi dekhaDe
khasDan melan otle,
a otle betha nawala wewi
dalna walya koliya,
kansar lidho saiDke
ewa te wewi murkha,
jaman jami na janyan
teDawo par watsang chaturne,
jaman jami dekhaDe
kansarna waliya koliya,
dalne saiDke lidhi nawala wewi



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964