lal tamasa thay - Lokgeeto | RekhtaGujarati

લાલ તમાસા થાય

lal tamasa thay

લાલ તમાસા થાય

લાલ તમાસા થાય, આખી નગરી જોવા જાય

જોજો રે નગરીના લોકો લાલ તમાસા થાય.

વેવઈના ભોલમાંથી હાથી હાલ્યો જાય.

હાતી હાલ્યો જાય તો અંબાડી સોતો જાય....જોજો રે.

રામસંગની ફાંદમાંથી મોટર હાલી જાય,

મોટર હાલી જાય ત્યારે ડ્રાઇવર સોતી જાય....જોજો રે.

સદુની ફાંદમાંથી ઘાંયજો હાલ્યો જાય

ઘાંયજો હાલ્યો જાય ત્યારે દીવી સોતો જાય....જોજો રે.

વેવઈની ફાંદમાંથી ખોરડું હાલ્યું જાય,

ખોરડું હાલ્યું જાય ત્યારે મોભિયા સોતું જાય....જોજો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959