gharman gadhaDi winhani - Lokgeeto | RekhtaGujarati

ઘરમાં ગધાડી વીંહાણી

gharman gadhaDi winhani

ઘરમાં ગધાડી વીંહાણી

ઘરમાં ગધાડી વીંહાણી, ભોળા ભમરલા રે

ઈના દૂધડિયાં મંગાવો, ભોળા ભમરલા રે

તેની ખીરડિયું રંધાવો, ભોળા ભમરલા રે

ખીર ખાસડામાં ઠરાવો, ભોળા ભમરલા રે

જમવા માવસંગને બેસાડો, ભોળા ભમરલા રે

ભેગા માનસંગને માનસંગને બેસાડો, ભોળા ભમરલા રે

પથાભાઈ રીંસઈ રીંસઈ જાય, ભોળા ભમરલા રે

કૂતરી કલાવાને જાય, ભોળા ભમરલા રે

મીંદડી મનાવાને જાય, ભોળા ભમરલા રે

રસપ્રદ તથ્યો

(આ ગીત જાન જમવા બેસે ત્યારે ગવાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959