ek otar dakhan chaDi wadli re lal - Lokgeeto | RekhtaGujarati

એક ઓતર દખણ ચડી વાદળી રે લાલ

ek otar dakhan chaDi wadli re lal

એક ઓતર દખણ ચડી વાદળી રે લાલ

એક ઓતર દખણ ચડી વાદળી રે લાલ

ઝીણાં ઝરમર વરસે મેઘ રે.

વલભી જેવો તે રાજા નહીં મળે રે લાલ. એક.

એનાં પાડરું રો’વે પંચાળમાં રે લોલ

એની ભેંસું રુવે એક ભાલમાં રે લોલ

વલભી જેવા તે રાજા નહિ મળે રે લોલ.

એક ઓતર દખણ ચડી વાદળી રે લોલ

એની ગાયું રુવે, એક ગોંદરે રે લોલ

ઈનાં વાછરું રુવે, વઢિયાર રે લોલ. એક.

એની બેટી રુવે, એક બારણે રે લોલ

ઈની રાણી રુવે ઘરમાંય રે લોલ

એક ઓતર દખણ ચડી વાદળી રે લોલ

વલભી જેવો તે રાજા નહિ મળે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959